હેમાંગ નાયક છે હજી...!!!
ગુર્જરી ગઝલોને એક તક છે હજી,
છો 'મરીઝ' ના હોય, 'રોચક' છે હજી. -'ઈશ'
ગામ આખું છો વગોવે 'ઈશ' ને,
એના પણ બે-ચાર ભાવક છે હજી.-'ઈશ'
એકદમ સીધો 'સરળ' દેખાય છો,
એની ગઝલો ખૂબ માદક છે હજી.-'ઈશ'
જેમ ચાતક તરસે જળની બુંદ બુંદ,
એમ 'રોચક' 'ઇશ'નો ચાહક છે હજી.-'રોચક'
શ્વાસની એ આવજા પર છો ન હો,
'ભાવ'નો 'સાહેબ' પર હક છે હજી.-'રોચક'
ધ્રુવ તારો છે ઉપર એક આભમાં,
એક નીચે 'સ્નેહી' નામક છે હજી.-'રોચક'
કોઇ વાતે કોઇ મુંઝાશો નહીં,
જીવતો 'હેમાંગ' નાયક છે હજી.-'હેમાંગ'
'ઇશ'ની મરજી મુજબ લેવા છતાં,
શ્વાસ લેવાં દાહદાયક છે હજી.-'હેમાંગ'
તું મળી 'વેદાંત' ને કર ખાતરી,
એ ગઝલનો યોગ્ય ભાવક છે હજી.-'હેમાંગ '
આજ ગજવું ખાલી છે 'સાહેબ' નું,
નૈ નફો, નૈ ખોટ, માફક છે હજી.-'સહજ'
ઝાલશે સૂરજને 'કુંજન' જીદમાં,
કેમકે દિલથી એ બાળક છે હજી.-'કુંજન'
ખંડમાં તો શૂન્યતા ભરચક હતી,
તે છતાં 'ઇશ' આવશે, તક છે હજી.'-કુંજન'
છે હજી શ વિશ્વાસ 'કુંજન' જીવતો,
એટલે પત્થરના પૂજક છે હજી.-'કુંજન'
છો બધા 'સાહેબ' કહી ને સાદ દે,
પણ પ્રણયનો તે તો યાચક છે હજી.-'સાહેબ'
'ઈશ' નું હોવું અમે માની લિધું,
આપને કોઈ જાત નો શક છે હજી ?-'સાહેબ'
છંદમાં શબ્દો ના ગોઠવશો અલા,
'સ્નેહી' છૂપેલો વિવેચક છે હજી.-'સાહેબ'
'ભાવ' આ જીવન નો નક્કી નૈ થતો,
મૌત સાથે એ જ રકજક છે હજી.-'સાહેબ'
આધુનિક યુગની હવા ચાલી છતાં,
'દૈવ' દાનવના ય થાનક છે હજી.-'દૈવ'
ગઝલો આ 'સાહેબ'ની ડોલાવે મન,
ને 'અડગ' તેથી જ ભાવક છે હજી.-'અડગ'
હોય છે "ઈશ"ની ગઝલ ઉંચી ઘણી,
કે 'અડગ' તેથી જ સાધક છે હજી.-'અડગ'
નૈ પડે બીમાર ગઝલોના ગ્રુપો,
જેનો 'રોચક' જેવો ચાલક છે હજી.-'અડગ'
રાહમાં બેઠો બે બુંદોની 'પ્રશાંત',
પ્રેમ વર્ષાનો એ ચાતક છે હજી.-'પ્રશાંત'
સાવ હળવે આંગળી અડકાડ તું,
'ઈશ' ગોવર્ધન ધરે, તક છે હજી.-'મીરા'
ઝેર તો 'સ્નેહી' હવે સહેવા રહ્યા,
વિશ્વમાં શંકર વિષે શક છે હજી.-'મીરા'
કારણો 'સાહેબ' ક્યાંથી શોધવા,
ધર્મ નામે રોજ રકઝક છે હજી.-'મીરા'
છે ખબર ધાર્યું ધણીનું થાય છે,
તોય ચિંતા કેમ ? 'નાહક' છે હજી .!-'મીરા'
'ઈશ'ની દુકાનથી છુટા પડયા,
એ છતાં 'નાજુક'ની આવક છે હજી.-'નાજુક'
'યોગ'સપના આંખથી સરકી જશે;
પાંપણોની ખુલ્લી ફાટક છે હજી.-'યોગ'
આજ તો 'વેદાંત'પણ શાયર બન્યો,
એ જ વાતે સૌ અવાચક છે હજી.-'વેદાંત'
આમ તો આઘે એ 'મેહુલ' આંખથી,
પણ કલમ પર એનું ત્રાટક છે હજી !-'મેહુલ'
'ઈશ'તેં દોલત દીધી નખશિખ ઘણી,
તોય માનવ કેમ યાચક છે હજી ?-'મેહુલ'
કોણ ક્હે છે કે 'સરળ' જુનો થયો,
ધ્યાન થી તું જો ચકાચક છે હજી.-'ભાવ'
'ભાવ' ને પૂછો તો કહેશે કે જગત,
પાત્ર બદલાયા ને નાટક છે હજી.-'ભાવ'
સ્પર્શ તારો ક્યાં હતો સ્હેજે 'સરળ',
આંગળી આથીજ દાહક છે હજી.-'ભાવ'
છંદની આ વાતો લાગે બહુ જુદી,
ભીતરે 'સોહમ' ની ચાનક છે હજી.-'સોહમ'
'જય' તમારા કાવ્યનું અર્જૂન પણું,
તીર માફક લક્ષ્યવેધક છે હજી.-'જય'
છે 'અડગ''હેમાંગ''રોચક'ને 'સહજ',
આ ગઝલ દરબાર ભરચક છે હજી.-'સરળ'
-મેહુલ પટેલ'ઇશ'
-અશોક વાવડીયા'રોચક'
-હેમાંગ નાયક'હેમાંગ'
-વિપુલ પંડ્યા'સહજ'
-રીનલ પટેલ' કુંજન'
-ટેરેન્સ જાની'સાહેબ'
-મહાદેવ પ્રજાપતિ'દૈવ'
- પાર્થ પ્રજાપતિ 'અડગ'
-પ્રશાંત સોમાણી'પ્રશાંત'
- સ્મિતા શાહ'મીરા'
-પ્રશાંત મેર'નાજુક'
-યોગેન્દુ જોષી'યોગ'
-વિપુલ માંગરોળીયા'વેદાંત'
- મેહુલ ભટ્ટ 'મેહુલ'
-ભાવિન ગોપાણી 'ભાવ'
- રાકેશ સૈદાને ' સોહમ '
- જય દાવડા 'જય'
-રાહુલ શાહ'સરળ'
ગુર્જરી ગઝલોને એક તક છે હજી,
છો 'મરીઝ' ના હોય, 'રોચક' છે હજી. -'ઈશ'
ગામ આખું છો વગોવે 'ઈશ' ને,
એના પણ બે-ચાર ભાવક છે હજી.-'ઈશ'
એકદમ સીધો 'સરળ' દેખાય છો,
એની ગઝલો ખૂબ માદક છે હજી.-'ઈશ'
જેમ ચાતક તરસે જળની બુંદ બુંદ,
એમ 'રોચક' 'ઇશ'નો ચાહક છે હજી.-'રોચક'
શ્વાસની એ આવજા પર છો ન હો,
'ભાવ'નો 'સાહેબ' પર હક છે હજી.-'રોચક'
ધ્રુવ તારો છે ઉપર એક આભમાં,
એક નીચે 'સ્નેહી' નામક છે હજી.-'રોચક'
કોઇ વાતે કોઇ મુંઝાશો નહીં,
જીવતો 'હેમાંગ' નાયક છે હજી.-'હેમાંગ'
'ઇશ'ની મરજી મુજબ લેવા છતાં,
શ્વાસ લેવાં દાહદાયક છે હજી.-'હેમાંગ'
તું મળી 'વેદાંત' ને કર ખાતરી,
એ ગઝલનો યોગ્ય ભાવક છે હજી.-'હેમાંગ '
આજ ગજવું ખાલી છે 'સાહેબ' નું,
નૈ નફો, નૈ ખોટ, માફક છે હજી.-'સહજ'
ઝાલશે સૂરજને 'કુંજન' જીદમાં,
કેમકે દિલથી એ બાળક છે હજી.-'કુંજન'
ખંડમાં તો શૂન્યતા ભરચક હતી,
તે છતાં 'ઇશ' આવશે, તક છે હજી.'-કુંજન'
છે હજી શ વિશ્વાસ 'કુંજન' જીવતો,
એટલે પત્થરના પૂજક છે હજી.-'કુંજન'
છો બધા 'સાહેબ' કહી ને સાદ દે,
પણ પ્રણયનો તે તો યાચક છે હજી.-'સાહેબ'
'ઈશ' નું હોવું અમે માની લિધું,
આપને કોઈ જાત નો શક છે હજી ?-'સાહેબ'
છંદમાં શબ્દો ના ગોઠવશો અલા,
'સ્નેહી' છૂપેલો વિવેચક છે હજી.-'સાહેબ'
'ભાવ' આ જીવન નો નક્કી નૈ થતો,
મૌત સાથે એ જ રકજક છે હજી.-'સાહેબ'
આધુનિક યુગની હવા ચાલી છતાં,
'દૈવ' દાનવના ય થાનક છે હજી.-'દૈવ'
ગઝલો આ 'સાહેબ'ની ડોલાવે મન,
ને 'અડગ' તેથી જ ભાવક છે હજી.-'અડગ'
હોય છે "ઈશ"ની ગઝલ ઉંચી ઘણી,
કે 'અડગ' તેથી જ સાધક છે હજી.-'અડગ'
નૈ પડે બીમાર ગઝલોના ગ્રુપો,
જેનો 'રોચક' જેવો ચાલક છે હજી.-'અડગ'
રાહમાં બેઠો બે બુંદોની 'પ્રશાંત',
પ્રેમ વર્ષાનો એ ચાતક છે હજી.-'પ્રશાંત'
સાવ હળવે આંગળી અડકાડ તું,
'ઈશ' ગોવર્ધન ધરે, તક છે હજી.-'મીરા'
ઝેર તો 'સ્નેહી' હવે સહેવા રહ્યા,
વિશ્વમાં શંકર વિષે શક છે હજી.-'મીરા'
કારણો 'સાહેબ' ક્યાંથી શોધવા,
ધર્મ નામે રોજ રકઝક છે હજી.-'મીરા'
છે ખબર ધાર્યું ધણીનું થાય છે,
તોય ચિંતા કેમ ? 'નાહક' છે હજી .!-'મીરા'
'ઈશ'ની દુકાનથી છુટા પડયા,
એ છતાં 'નાજુક'ની આવક છે હજી.-'નાજુક'
'યોગ'સપના આંખથી સરકી જશે;
પાંપણોની ખુલ્લી ફાટક છે હજી.-'યોગ'
આજ તો 'વેદાંત'પણ શાયર બન્યો,
એ જ વાતે સૌ અવાચક છે હજી.-'વેદાંત'
આમ તો આઘે એ 'મેહુલ' આંખથી,
પણ કલમ પર એનું ત્રાટક છે હજી !-'મેહુલ'
'ઈશ'તેં દોલત દીધી નખશિખ ઘણી,
તોય માનવ કેમ યાચક છે હજી ?-'મેહુલ'
કોણ ક્હે છે કે 'સરળ' જુનો થયો,
ધ્યાન થી તું જો ચકાચક છે હજી.-'ભાવ'
'ભાવ' ને પૂછો તો કહેશે કે જગત,
પાત્ર બદલાયા ને નાટક છે હજી.-'ભાવ'
સ્પર્શ તારો ક્યાં હતો સ્હેજે 'સરળ',
આંગળી આથીજ દાહક છે હજી.-'ભાવ'
છંદની આ વાતો લાગે બહુ જુદી,
ભીતરે 'સોહમ' ની ચાનક છે હજી.-'સોહમ'
'જય' તમારા કાવ્યનું અર્જૂન પણું,
તીર માફક લક્ષ્યવેધક છે હજી.-'જય'
છે 'અડગ''હેમાંગ''રોચક'ને 'સહજ',
આ ગઝલ દરબાર ભરચક છે હજી.-'સરળ'
-મેહુલ પટેલ'ઇશ'
-અશોક વાવડીયા'રોચક'
-હેમાંગ નાયક'હેમાંગ'
-વિપુલ પંડ્યા'સહજ'
-રીનલ પટેલ' કુંજન'
-ટેરેન્સ જાની'સાહેબ'
-મહાદેવ પ્રજાપતિ'દૈવ'
- પાર્થ પ્રજાપતિ 'અડગ'
-પ્રશાંત સોમાણી'પ્રશાંત'
- સ્મિતા શાહ'મીરા'
-પ્રશાંત મેર'નાજુક'
-યોગેન્દુ જોષી'યોગ'
-વિપુલ માંગરોળીયા'વેદાંત'
- મેહુલ ભટ્ટ 'મેહુલ'
-ભાવિન ગોપાણી 'ભાવ'
- રાકેશ સૈદાને ' સોહમ '
- જય દાવડા 'જય'
-રાહુલ શાહ'સરળ'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો