મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

          કાજળમાં લખું............ 
 કવિતા એમ રોજ, હું કાગળમાં લખું.
પૂછ્યા વગર રૂપ તારું,એ પળમાં લખું.
            કલમ,કાગળ,શ્યાહી,આં શબ્દોની સવારી,
            નામ તારું મારી ગઝલનાં આંગણમાં લખું.
તું જોઈ ના શકે તને, કે હું મને એ ઘડી,
ચિત્રનું વિસ્લેક્ષણ કો'રા કાગળમાં લખું.
           ચાતકની આતુરતાનો અંત લાવવા,
           આં ચોમાસું હરરોજ વાદળમાં લખું.
હલેસાને હોળીઓનો સાથ લઇ થાકી જવાયું,
માછલીઓની સંગાથે વહેતા જળમાં લખું.
         "સહજ" આમ તારા હ્દયમાં જગા મળી જાયે તો,
          પ્રતિક ગઝલ તારા આંખોના કાજળમાં લખું.
                       

                                   વિપુલ પંડ્યા "સહજ"
                                   બગસરા ડી.અમરેલી

 

સોમવાર, 27 ઑગસ્ટ, 2012

        મારા હાથમાંથી..............
મારા હાથમાંથી હાથ તારા છૂટી ગયા.
જાણે બાગમાંથી પુષ્પ કોઈ ચુંટી ગયા.
            તારો સંગ રયો મારે મન નિજાનંદ,
            ખુદા બંદગી માટે કેમ શબ્દો ખૂટી ગયા.
ક્યાં કશું તારા વગર નભ કે ધરા પર,
તોય લુંટવા વાળા સઘળું લૂટી ગયા.
            વિષ એકલતાનું આરોગ્યાકરું બસ,
           જ્યારથી આ ભાગ્ય મારા ફૂટી ગયા.
સુખ દુઃખ ના સરવાળા ના હોય સાહેબ !
ઘૂંટનાર તો સૌ,આં એકડો ઘૂટી ગયા.
            "સહજ"નિજ ચહેરાને શોંધવો પણ કેમ ?
             વર્ષો થયા સઘળા દર્પણ તૂટી ગયા.
........................વિપુલ પંડ્યા "સહજ"
........................બગસરા ડી.અમરેલી

શુક્રવાર, 24 ઑગસ્ટ, 2012

         યાદ આવે છે.......
ક્ષણે ક્ષણ જયારે ઝખમ યાદ આવે છે.
એ ઘડી ખૂબ જ  સનમ યાદ આવે છે.
            કહેવાની વાત દિલની દિલમાં રહી ગઈ,
            છે હક્કિકત,હરદમ,ગમ યાદ આવે છે.
સાચેજ પ્રેમમાં પડ્યા પછી,આશા હોય સતત,
મને તો હરરોજ,મરહમ યાદ આવે છે.
             મારે કહેવાય નહિ,એ વાત વચન બધ્ધ છે,
             એમણે થોપેલી,એ કસમ યાદ આવે છે.
 પ્રેમનાં વ્યવહાર થવાના ખોંફથીજ,

 તોંબા,ખુદના કરમ યાદ આવે છે.
.............વિપુલ પંડ્યા "સહજ"
..............બગસરા ડી.અમરેલી


  

મંગળવાર, 21 ઑગસ્ટ, 2012


નાં,કોઈને શરણ  મળે છે અહીં.
નાં,કોઈને મરણ મળે છે અહીં.
       જીવતર જીવાય છે,જીવવાના કાજે,
       નાં,કોઈને કારણ મળે છે અહીં.
તરસ્યા બેઠા છે સૌ નદી ને કાંઠે,
તોય નાં ઝરણ મળે છે અહીં.
       આ હરણ ને ઝંઝાવાની પ્યાસ માં -
          -સાવ સુકું રણ મળે છે અહીં.
દુઆમાં,ભક્તિ,આરાધના,સર્દ્ધા છે ઘણી,
ખુદા,બંદગીની એક  ક્ષણ મળે છે અહીં.
       ગઝલ પૂરી થવા નીકળી પડી લો,
       સબ્દોમાં આં"સહજ"પણ મળે છે અહીં.
                        વિપુલ પંડ્યા 'સહજ"
                  બગસરા ડી.અમરેલી
    સમય ચાલ્યો ગયો.....
જીવનની રીત પહેલા સમય ચાલ્યો ગયો.
જિંદગીનાં હર ગીત પહેલા સમય ચાલ્યો ગયો.
                     કયો સાઝ છેડું,લય  કે બંધ બેસાડું, તુજ કહે?
                     સાત શુરોનાં સંગીત પહેલા સમય ચાલ્યો ગયો.
બચપણ,જોબન,ગઢપણ વિષે,કશું નથી જાણતો,
જીવનની હાર-જીત પહેલા સમય ચાલ્યો ગયો.
                   લાગણીનાં ઓછવ સમી ભીનાશની પળોને-

                  -અંત્તર પ્રેમની પ્રીત પહેલા સમય ચાલ્યો ગયો.
સપનમાં જે ઘેરી વળતા,આજ ક્યાં ગયા ભલા,
કેમ? મળનાર એ મીત પહેલા સમય ચાલ્યો ગયો,
                    "સહજ"સવાલોનાં જવાબમાં ગુચવાતો રહ્યો.
                    કોઈ હોંઠે ફૂટી નીકળે સ્મીત પહેલા સમય ચાલ્યો ગયો,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,વિપુલ પંડ્યા"સહજ"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,બગસરા ડી.અમરેલી

બુધવાર, 8 ઑગસ્ટ, 2012

   સહેતો રહું છું.............
એમ, નદી કાંઠે હું બેઠો રહું છું.
ઝરણાંની માફક હું વહેતો રહું છું.
             નથી જાણ કોઈને આપણી વચ્ચેની,
             મહોબ્બત્તની વાતો કહેતો રહું છું.
મનગમતી ઓળખ મળી છે તારાથી,
બદનામ થઇ બેઠો ,ને સહેતો રહું છું.
            બની શાયર તારા શહેરમાં હું ભટકું,
            પછી કંઈક હ્દયનો ચહેતો રહું છું.
મળી છે મને એટલી દાદ શે'રોમાં,
મક્તામાં નામ તારું કહેતો રહું છું.
           "સહજ" હરેક ધબકારે નામ તારું ભલે,
હો
            ગઝલ મહીં હું સઘળા હદયે રહેતો રહું છું.
                        

                          વિપુલ પંડ્યા "સહજ"
                          બગસરા ડી.અમરેલી

મંગળવાર, 24 જુલાઈ, 2012

અઢી અક્ષર નું વાવેતર.......
તારી યાદોની પળમાં,અઢી અક્ષર નું વાવેતર કર્યું.
પછી કો'રા કાગળમાં, અઢી અક્ષર નું વાવેતર કર્યું.

ચીતર્યું છે ધરા સાથે આં કાગળમાં આભ મેં,
એટલે આં વાદળમાં, અઢી અક્ષર નું વાવેતર કર્યું.

વેદનાં,સવેદના,ને હૃદયની પીડાને સાચવવા,
આં આંખોનાં જળમાં, અઢી અક્ષર નું વાવેતર કર્યું.

જેઓ દૂર રહીને, આં હૃદયથી નીકળીના  શકયા,
મેં કેવા'રે  છળમાં, અઢી અક્ષર નું વાવેતર કર્યું.

તું કઠોર છે,દંભી છે,તારા ચુંબન નો ડર છે,એ ખાર,
એટલે ફૂલપરની ઝાકળમાં,અઢી અક્ષર નું વાવેતર કર્યું.

"સહજ" વાતથી છટકીનાં શકો આપ,સાહેબ...!
આં દો'રનાં વમળમાં,અઢી અક્ષર નું વાવેતર કર્યું.
                               
                                 - વિપુલ પંડ્યા "સહજ"
                                  બગસરા ડી.અમરેલી 
                                   મો 9428343535 

સોમવાર, 16 જુલાઈ, 2012

        અસર થઇ જાય છે..........
કોઇથી નઝર મળે તો,કેવી અસર થઇ જાય છે .
જયારે અમને મારી સ્હેજ, ખબર થઇ જાય છે.
        મનની-રૂહ સુધી પહોંચી વળે અચાનક.
       એક પળ માં હદય જાણે,તબતર થઇ જાય છે.
પ્રેમમાં ન્યોછાવર  થાય,સર્વસ્વ જેમનું,
કોઈની લાગણીની એમ કદર થઇ જાય છે.
       દલડું મારું આપથી, હવે  દલડું નથી રહ્યું.!
       આપની યાદોનું આ ઘર થઇ જાય છે.
બની જાય આપણે, પ્રેમ ના પૂજારી તો,
પથ્થર પણ અહી, ઈશ્વર થઇ જાય છે.
       "સહજ" આ વાત મહેંકે જો એમના સુધી,
       જાણે સ્વપ્ન આખુંય, પરણેતર થઇ જાય છે.
                             વિપુલ પંડ્યા "સહજ"
                             બગસરા ડી.અમરેલી

                 મોરલો.........

મારા મનનાં મંદિર યે મોરલો.
સાહેબજી પેલે પગથીએ મોરલો.
       
      મારા આંગણમાં ટહુંકા રે' છેડતો,
       મારા અંતરદ્વાર  એ ખોલતો,
       મારા પીયુ ની માફક બોલતો.
       આ કેટલો મનભાવક મોરલો.......સાહેબજી.......
 
મુજને આમ બાવરી બનાવતો.
મારા રુદિય માં થનગટ નાચતો.
ને મારી અખિયન માં  ઘર એ કરતો.
મારા આતમ ને છેડતો મોરલો.......સાહેબજી.......
          
          ફળીમાં ચટક ચણ એ ચણતો.
         મારા આંગણ ને આમ રે' શોભાવતો.
         "સહજ" ધારા પર સ્વર્ગ એ બનાવતો.
         મારા ઉ'રના બગીચે મોરલો.... સાહેબજી.......
                                  
                                   વિપુલ; પંડ્યા "સહજ"
                                   બગસરા ડી.અમરેલી


               એ બહાને...........
એ બહાને તને ચાવી મળી જાય કદાચ.
બંધ ઓરડો પણ તને છળી જાય કદાચ.
      ન હોય પાનખર કે તાપ આ બાગમાં,
      ફૂલોં સાથેનાં ખાર બળી જાય કદાચ.
આ રસ્તાઓ મંઝીલો સુધી જાય તો શું ?
ચાલતા-ચાલતા કદમ ધૂળ માં ભળી જાય કદાચ.
      લો,વિસ્તરી રહી છે વેદનાં આ રહ્દયની,
      અમથું-અમથું કોઈ મળી જાય કદાચ,
"સહજ"આજે પણ મધ્યયુગ આથમ્યો નથી!
મિત્રો કાજે આંખોથી જળ -જળી જાય કદાચ.
                         વિપુલ પંડ્યા "સહજ"
                        બગસરા ડી.અમરેલી
     
              સગપણ મળશે..........
સ્વપ્નમાં આપને જે તારણ મળશે !
પછી જાગવા વિષેની સમજણ મળશે !
        એક આવી પણ તમને ક્ષણ મળશે !
        ખોવાયેલું આખું -બચપણ મળશે !
છંટકાવી અત્તર ને ફરશો આ બાગમાં તમે,
હાજરી મારી ત્યાં હોવાનું કારણ મળશે !
        આ આંખોથી પાંપણનાં પરદા હટાવો,
         અહીં  સાદો સીધો એક જણ મળશે !
ન મળી ખુદ કે એની ખબર આ શહેરમાં,
"સહજ" છેલ્લી  ક્ષણ હશેને,સગપણ મળશે !
                      વિપુલ પંડ્યા "સહજ"
                     બગસરા ડી.અમરેલી
    

રવિવાર, 15 જુલાઈ, 2012

           પથ્થર
પથ્થરને ક્યાં આંખ,તે રડી પડે.

પથ્થરથી ફક્ત પાણી દડી પડે.
,

પથ્થર ની વેદના પથ્થરો જ જાણશે,

તું જાણશે તો જીન્દગી છળી પડે.

આશાશું પથ્થરો પાસે પારધી કરી શકે,

ફક્ત એક ઘાં,ને પંખી ઉડી પડે.

દર્પણ માં નિજ પડછાયો મળે પણ કેમ ?

મુજને આ પથ્થર નો ડર નડી પડે.

આસ્થા,વિશ્વાસ,પર ક્યાં છે અંતર મહીં,

એક પથ્થર પર ઈશ્વરની ઘડી પડે.
 

"સહજ" આમ તો કશું ઉલ્લેખવા જેવું ના,

કો'પથ્થર પણ ઈશ્વર નીવડી પડે.

અસર પણ ચાલશે

તારો આ મહ્લ્લો,આ નગર પણ ચાલશે.
કોઈ ઘટના ની અહીં અસર પણ ચાલશે.
ભલે, યાદોની પળો ભીંતર થી ખુબ રડાવે,
આ, જીવન આશ્વાસન વગર પણ ચાલશે.
હક્કીકત નથી ? તો અફવા પણ હો' ભલે,
હૈયાની વાતો કરતું કોઈ શહર પણ ચાલશે.
ફૂલોની વેણી સુગંધ થીજ હોય એવું નથી,
ખુશ્બુઓ બધી બે-અસર પણ ચાલશે.
ડૂબવું જ છે મારે, પણ પ્રેમ પ્રવાહ માંજ,
હૈયે ઘૂનો ચાલશે, ભવર પણ ચાલશે.
મફત મળે છે તો લએં' લેશું એ પણ "સહજ"
અગ્નિ દાહ ચાલશે, કબર પણ ચાલશે.
કુકડો બોલે કુકડે કૂં


કુકડો બોલે કુકડે કૂં
સવારે વહેલો ઉઠું રે' હું.
 
નાઈ ધોઈને થાઉં તૈયાર.
એટલો હું હોશિયાર.
 
જાતે જ હું દફતર ઉપાડું.
પગલા નિશાળ ભણી ધપાઉ......ને યાદ આવે કુકડે કૂં.
      
સાહેબ અમને ભણાવે.
      
જાણે નવી ભીંતો રે' ચણાવે.
      
એ ભણતર નું ભાણું પીરસતા.
       
ને રીશેસ માં અમે ખીસકતા.
       
બે-પાંચ પિરીયડ ભરતાં.
       
ત્યાંજ રજાના ડંકા પડતાં.
       
બપોરે બાર વાંગ્યે  ઘર પહોચતા.
      
માં કહેતી બેટા તને લાગી જશે લૂ.......ને યાદ આવે કુકડે કૂં
માં મને મમતાનો કોળીયો જમાડે.
ને સાવરણી લઇ બપોરે સુવાડે.
ચાર વાંગે પછો મને  ઉઠાડે.
હું આસન મારું પાથરૂ.
ને લેશન મારું આદરૂ.....ને યાદ આવે કુકડે કૂં
       
છેક  સાંજે લેસન પુરું થાય.
       
ને મિત્રો શેરીએ ભેગા થાય.
       
રમવાની ખુબ મજા આવતી,
      
ત્યાંજ રમતા-રમતા રાત પડી જાય.
      
માં,આવે શેરીમાં,ને જોર થી રાડ પાડે,
       
ખબર છે ને ? તું, માંડ -માંડ તો જાગે.
       
ઘરે લઇ જાય,ને હાથ-પગ ધોવરાવવા લાગે.
       
વાળું કરાવે.
       
લેશન પાછું યાદ કરાવે.
       
ત્યાંરે આંખમાં ઝાંખપ આવે.
        
પછી આંસુ આવે ઢુંકડું.......ને યાદ આવે કુકડે કૂં
પથારીમાં પરીની વાર્તા સંભળાવે.
                 
પછી સંભળાવે હાલરડું.
તોય,   મને  નીંદર ના આવે,
કંટાળી, માં કહે -   હવે તો  તું સૂ....
           હમણાં થશે કુકડે કૂં............
  કવિ -
વિપુલ પંડ્યા 'સહજ'
બગસરા ડી.અમરેલી