સોમવાર, 12 જાન્યુઆરી, 2015

હેમાંગ નાયક છે હજી...!!!

ગુર્જરી   ગઝલોને  એક  તક   છે  હજી,
છો 'મરીઝ' ના  હોય, 'રોચક' છે હજી. -'ઈશ'

ગામ   આખું    છો   વગોવે  'ઈશ'  ને,
એના પણ  બે-ચાર  ભાવક  છે   હજી.-'ઈશ'

એકદમ   સીધો  'સરળ'   દેખાય  છો,
એની  ગઝલો  ખૂબ  માદક   છે   હજી.-'ઈશ'

જેમ  ચાતક  તરસે  જળની  બુંદ  બુંદ,
એમ 'રોચક' 'ઇશ'નો ચાહક  છે  હજી.-'રોચક'

શ્વાસની  એ  આવજા  પર  છો  ન  હો,
'ભાવ'નો  'સાહેબ'  પર  હક  છે  હજી.-'રોચક'

ધ્રુવ  તારો  છે  ઉપર   એક   આભમાં,
એક  નીચે  'સ્નેહી'   નામક   છે   હજી.-'રોચક'

કોઇ    વાતે    કોઇ     મુંઝાશો     નહીં,
જીવતો   'હેમાંગ'  નાયક    છે    હજી.-'હેમાંગ'

'ઇશ'ની  મરજી  મુજબ  લેવા   છતાં,
શ્વાસ    લેવાં    દાહદાયક    છે    હજી.-'હેમાંગ'

તું   મળી  'વેદાંત'  ને   કર   ખાતરી,
એ ગઝલનો યોગ્ય ભાવક  છે  હજી.-'હેમાંગ '

આજ  ગજવું   ખાલી  છે  'સાહેબ'  નું,
નૈ   નફો,  નૈ   ખોટ,   માફક   છે   હજી.-'સહજ'

ઝાલશે     સૂરજને   'કુંજન'    જીદમાં,
કેમકે   દિલથી   એ   બાળક   છે   હજી.-'કુંજન'

ખંડમાં   તો   શૂન્યતા   ભરચક   હતી,
તે   છતાં  'ઇશ' આવશે, તક  છે  હજી.'-કુંજન'

છે   હજી શ વિશ્વાસ  'કુંજન'   જીવતો,
એટલે   પત્થરના    પૂજક    છે    હજી.-'કુંજન'

છો  બધા  'સાહેબ'  કહી   ને   સાદ   દે,
પણ પ્રણયનો  તે તો  યાચક  છે  હજી.-'સાહેબ'

'ઈશ'  નું   હોવું   અમે    માની    લિધું,
આપને  કોઈ  જાત  નો  શક  છે   હજી ?-'સાહેબ'

છંદમાં  શબ્દો  ના   ગોઠવશો   અલા,
'સ્નેહી' છૂપેલો    વિવેચક    છે    હજી.-'સાહેબ'

'ભાવ' આ જીવન નો નક્કી નૈ  થતો,
મૌત  સાથે  એ  જ   રકજક   છે   હજી.-'સાહેબ'

આધુનિક  યુગની  હવા  ચાલી   છતાં,
'દૈવ' દાનવના   ય  થાનક   છે   હજી.-'દૈવ'

ગઝલો આ 'સાહેબ'ની ડોલાવે  મન,
ને 'અડગ'  તેથી  જ  ભાવક  છે  હજી.-'અડગ'

હોય છે "ઈશ"ની ગઝલ  ઉંચી  ઘણી,
કે  'અડગ' તેથી  જ  સાધક  છે   હજી.-'અડગ'

નૈ   પડે   બીમાર   ગઝલોના   ગ્રુપો,
જેનો 'રોચક'  જેવો  ચાલક  છે  હજી.-'અડગ'

રાહમાં   બેઠો   બે  બુંદોની  'પ્રશાંત',
પ્રેમ  વર્ષાનો   એ  ચાતક   છે   હજી.-'પ્રશાંત'

સાવ  હળવે   આંગળી   અડકાડ  તું,
'ઈશ'  ગોવર્ધન  ધરે, તક  છે   હજી.-'મીરા'

ઝેર  તો  'સ્નેહી'   હવે  સહેવા  રહ્યા,
વિશ્વમાં  શંકર  વિષે  શક    છે   હજી.-'મીરા'

કારણો  'સાહેબ'   ક્યાંથી   શોધવા,
ધર્મ  નામે   રોજ   રકઝક   છે   હજી.-'મીરા'

છે  ખબર  ધાર્યું  ધણીનું   થાય   છે,
તોય  ચિંતા  કેમ ? 'નાહક' છે  હજી .!-'મીરા'

'ઈશ'ની   દુકાનથી   છુટા    પડયા,
એ છતાં 'નાજુક'ની આવક છે હજી.-'નાજુક'

'યોગ'સપના આંખથી  સરકી  જશે;
પાંપણોની   ખુલ્લી   ફાટક   છે   હજી.-'યોગ'

આજ તો 'વેદાંત'પણ શાયર બન્યો,
એ  જ  વાતે  સૌ  અવાચક   છે   હજી.-'વેદાંત'

આમ તો આઘે  એ 'મેહુલ'  આંખથી,
પણ  કલમ પર એનું  ત્રાટક  છે  હજી !-'મેહુલ'

'ઈશ'તેં દોલત દીધી નખશિખ ઘણી,
તોય  માનવ   કેમ  યાચક   છે   હજી ?-'મેહુલ'

કોણ  ક્હે  છે  કે 'સરળ'  જુનો   થયો,
ધ્યાન  થી  તું  જો  ચકાચક  છે  હજી.-'ભાવ'

'ભાવ' ને  પૂછો  તો  કહેશે  કે જગત,
પાત્ર  બદલાયા  ને  નાટક  છે  હજી.-'ભાવ'

સ્પર્શ તારો ક્યાં હતો  સ્હેજે  'સરળ',
આંગળી  આથીજ   દાહક   છે   હજી.-'ભાવ'

છંદની  આ  વાતો  લાગે  બહુ  જુદી,
ભીતરે 'સોહમ' ની  ચાનક  છે  હજી.-'સોહમ'

'જય' તમારા કાવ્યનું  અર્જૂન પણું,
તીર   માફક   લક્ષ્યવેધક   છે   હજી.-'જય'

છે 'અડગ''હેમાંગ''રોચક'ને 'સહજ',
આ ગઝલ દરબાર  ભરચક છે  હજી.-'સરળ'

-મેહુલ પટેલ'ઇશ'
-અશોક વાવડીયા'રોચક'
-હેમાંગ નાયક'હેમાંગ'
-વિપુલ પંડ્યા'સહજ'
-રીનલ પટેલ' કુંજન'
-ટેરેન્સ જાની'સાહેબ'
-મહાદેવ પ્રજાપતિ'દૈવ'
- પાર્થ પ્રજાપતિ 'અડગ'
-પ્રશાંત સોમાણી'પ્રશાંત'
- સ્મિતા શાહ'મીરા'
-પ્રશાંત મેર'નાજુક'
-યોગેન્દુ જોષી'યોગ'
-વિપુલ માંગરોળીયા'વેદાંત'
- મેહુલ ભટ્ટ 'મેહુલ'
-ભાવિન ગોપાણી 'ભાવ'
- રાકેશ સૈદાને ' સોહમ '
- જય દાવડા 'જય'
-રાહુલ શાહ'સરળ'