મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

          કાજળમાં લખું............ 
 કવિતા એમ રોજ, હું કાગળમાં લખું.
પૂછ્યા વગર રૂપ તારું,એ પળમાં લખું.
            કલમ,કાગળ,શ્યાહી,આં શબ્દોની સવારી,
            નામ તારું મારી ગઝલનાં આંગણમાં લખું.
તું જોઈ ના શકે તને, કે હું મને એ ઘડી,
ચિત્રનું વિસ્લેક્ષણ કો'રા કાગળમાં લખું.
           ચાતકની આતુરતાનો અંત લાવવા,
           આં ચોમાસું હરરોજ વાદળમાં લખું.
હલેસાને હોળીઓનો સાથ લઇ થાકી જવાયું,
માછલીઓની સંગાથે વહેતા જળમાં લખું.
         "સહજ" આમ તારા હ્દયમાં જગા મળી જાયે તો,
          પ્રતિક ગઝલ તારા આંખોના કાજળમાં લખું.
                       

                                   વિપુલ પંડ્યા "સહજ"
                                   બગસરા ડી.અમરેલી

 

સોમવાર, 27 ઑગસ્ટ, 2012

        મારા હાથમાંથી..............
મારા હાથમાંથી હાથ તારા છૂટી ગયા.
જાણે બાગમાંથી પુષ્પ કોઈ ચુંટી ગયા.
            તારો સંગ રયો મારે મન નિજાનંદ,
            ખુદા બંદગી માટે કેમ શબ્દો ખૂટી ગયા.
ક્યાં કશું તારા વગર નભ કે ધરા પર,
તોય લુંટવા વાળા સઘળું લૂટી ગયા.
            વિષ એકલતાનું આરોગ્યાકરું બસ,
           જ્યારથી આ ભાગ્ય મારા ફૂટી ગયા.
સુખ દુઃખ ના સરવાળા ના હોય સાહેબ !
ઘૂંટનાર તો સૌ,આં એકડો ઘૂટી ગયા.
            "સહજ"નિજ ચહેરાને શોંધવો પણ કેમ ?
             વર્ષો થયા સઘળા દર્પણ તૂટી ગયા.
........................વિપુલ પંડ્યા "સહજ"
........................બગસરા ડી.અમરેલી

શુક્રવાર, 24 ઑગસ્ટ, 2012

         યાદ આવે છે.......
ક્ષણે ક્ષણ જયારે ઝખમ યાદ આવે છે.
એ ઘડી ખૂબ જ  સનમ યાદ આવે છે.
            કહેવાની વાત દિલની દિલમાં રહી ગઈ,
            છે હક્કિકત,હરદમ,ગમ યાદ આવે છે.
સાચેજ પ્રેમમાં પડ્યા પછી,આશા હોય સતત,
મને તો હરરોજ,મરહમ યાદ આવે છે.
             મારે કહેવાય નહિ,એ વાત વચન બધ્ધ છે,
             એમણે થોપેલી,એ કસમ યાદ આવે છે.
 પ્રેમનાં વ્યવહાર થવાના ખોંફથીજ,

 તોંબા,ખુદના કરમ યાદ આવે છે.
.............વિપુલ પંડ્યા "સહજ"
..............બગસરા ડી.અમરેલી


  

મંગળવાર, 21 ઑગસ્ટ, 2012


નાં,કોઈને શરણ  મળે છે અહીં.
નાં,કોઈને મરણ મળે છે અહીં.
       જીવતર જીવાય છે,જીવવાના કાજે,
       નાં,કોઈને કારણ મળે છે અહીં.
તરસ્યા બેઠા છે સૌ નદી ને કાંઠે,
તોય નાં ઝરણ મળે છે અહીં.
       આ હરણ ને ઝંઝાવાની પ્યાસ માં -
          -સાવ સુકું રણ મળે છે અહીં.
દુઆમાં,ભક્તિ,આરાધના,સર્દ્ધા છે ઘણી,
ખુદા,બંદગીની એક  ક્ષણ મળે છે અહીં.
       ગઝલ પૂરી થવા નીકળી પડી લો,
       સબ્દોમાં આં"સહજ"પણ મળે છે અહીં.
                        વિપુલ પંડ્યા 'સહજ"
                  બગસરા ડી.અમરેલી
    સમય ચાલ્યો ગયો.....
જીવનની રીત પહેલા સમય ચાલ્યો ગયો.
જિંદગીનાં હર ગીત પહેલા સમય ચાલ્યો ગયો.
                     કયો સાઝ છેડું,લય  કે બંધ બેસાડું, તુજ કહે?
                     સાત શુરોનાં સંગીત પહેલા સમય ચાલ્યો ગયો.
બચપણ,જોબન,ગઢપણ વિષે,કશું નથી જાણતો,
જીવનની હાર-જીત પહેલા સમય ચાલ્યો ગયો.
                   લાગણીનાં ઓછવ સમી ભીનાશની પળોને-

                  -અંત્તર પ્રેમની પ્રીત પહેલા સમય ચાલ્યો ગયો.
સપનમાં જે ઘેરી વળતા,આજ ક્યાં ગયા ભલા,
કેમ? મળનાર એ મીત પહેલા સમય ચાલ્યો ગયો,
                    "સહજ"સવાલોનાં જવાબમાં ગુચવાતો રહ્યો.
                    કોઈ હોંઠે ફૂટી નીકળે સ્મીત પહેલા સમય ચાલ્યો ગયો,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,વિપુલ પંડ્યા"સહજ"
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,બગસરા ડી.અમરેલી

બુધવાર, 8 ઑગસ્ટ, 2012

   સહેતો રહું છું.............
એમ, નદી કાંઠે હું બેઠો રહું છું.
ઝરણાંની માફક હું વહેતો રહું છું.
             નથી જાણ કોઈને આપણી વચ્ચેની,
             મહોબ્બત્તની વાતો કહેતો રહું છું.
મનગમતી ઓળખ મળી છે તારાથી,
બદનામ થઇ બેઠો ,ને સહેતો રહું છું.
            બની શાયર તારા શહેરમાં હું ભટકું,
            પછી કંઈક હ્દયનો ચહેતો રહું છું.
મળી છે મને એટલી દાદ શે'રોમાં,
મક્તામાં નામ તારું કહેતો રહું છું.
           "સહજ" હરેક ધબકારે નામ તારું ભલે,
હો
            ગઝલ મહીં હું સઘળા હદયે રહેતો રહું છું.
                        

                          વિપુલ પંડ્યા "સહજ"
                          બગસરા ડી.અમરેલી