રવિવાર, 15 જુલાઈ, 2012

કુકડો બોલે કુકડે કૂં


કુકડો બોલે કુકડે કૂં
સવારે વહેલો ઉઠું રે' હું.
 
નાઈ ધોઈને થાઉં તૈયાર.
એટલો હું હોશિયાર.
 
જાતે જ હું દફતર ઉપાડું.
પગલા નિશાળ ભણી ધપાઉ......ને યાદ આવે કુકડે કૂં.
      
સાહેબ અમને ભણાવે.
      
જાણે નવી ભીંતો રે' ચણાવે.
      
એ ભણતર નું ભાણું પીરસતા.
       
ને રીશેસ માં અમે ખીસકતા.
       
બે-પાંચ પિરીયડ ભરતાં.
       
ત્યાંજ રજાના ડંકા પડતાં.
       
બપોરે બાર વાંગ્યે  ઘર પહોચતા.
      
માં કહેતી બેટા તને લાગી જશે લૂ.......ને યાદ આવે કુકડે કૂં
માં મને મમતાનો કોળીયો જમાડે.
ને સાવરણી લઇ બપોરે સુવાડે.
ચાર વાંગે પછો મને  ઉઠાડે.
હું આસન મારું પાથરૂ.
ને લેશન મારું આદરૂ.....ને યાદ આવે કુકડે કૂં
       
છેક  સાંજે લેસન પુરું થાય.
       
ને મિત્રો શેરીએ ભેગા થાય.
       
રમવાની ખુબ મજા આવતી,
      
ત્યાંજ રમતા-રમતા રાત પડી જાય.
      
માં,આવે શેરીમાં,ને જોર થી રાડ પાડે,
       
ખબર છે ને ? તું, માંડ -માંડ તો જાગે.
       
ઘરે લઇ જાય,ને હાથ-પગ ધોવરાવવા લાગે.
       
વાળું કરાવે.
       
લેશન પાછું યાદ કરાવે.
       
ત્યાંરે આંખમાં ઝાંખપ આવે.
        
પછી આંસુ આવે ઢુંકડું.......ને યાદ આવે કુકડે કૂં
પથારીમાં પરીની વાર્તા સંભળાવે.
                 
પછી સંભળાવે હાલરડું.
તોય,   મને  નીંદર ના આવે,
કંટાળી, માં કહે -   હવે તો  તું સૂ....
           હમણાં થશે કુકડે કૂં............
  કવિ -
વિપુલ પંડ્યા 'સહજ'
બગસરા ડી.અમરેલી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો