સગપણ મળશે..........
સ્વપ્નમાં આપને જે તારણ મળશે !
પછી જાગવા વિષેની સમજણ મળશે !
એક આવી પણ તમને ક્ષણ મળશે !
ખોવાયેલું આખું -બચપણ મળશે !
છંટકાવી અત્તર ને ફરશો આ બાગમાં તમે,
હાજરી મારી ત્યાં હોવાનું કારણ મળશે !
આ આંખોથી પાંપણનાં પરદા હટાવો,
અહીં સાદો સીધો એક જણ મળશે !
ન મળી ખુદ કે એની ખબર આ શહેરમાં,
"સહજ" છેલ્લી ક્ષણ હશેને,સગપણ મળશે !
વિપુલ પંડ્યા "સહજ"
બગસરા ડી.અમરેલી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો