સોમવાર, 16 જુલાઈ, 2012

                 મોરલો.........

મારા મનનાં મંદિર યે મોરલો.
સાહેબજી પેલે પગથીએ મોરલો.
       
      મારા આંગણમાં ટહુંકા રે' છેડતો,
       મારા અંતરદ્વાર  એ ખોલતો,
       મારા પીયુ ની માફક બોલતો.
       આ કેટલો મનભાવક મોરલો.......સાહેબજી.......
 
મુજને આમ બાવરી બનાવતો.
મારા રુદિય માં થનગટ નાચતો.
ને મારી અખિયન માં  ઘર એ કરતો.
મારા આતમ ને છેડતો મોરલો.......સાહેબજી.......
          
          ફળીમાં ચટક ચણ એ ચણતો.
         મારા આંગણ ને આમ રે' શોભાવતો.
         "સહજ" ધારા પર સ્વર્ગ એ બનાવતો.
         મારા ઉ'રના બગીચે મોરલો.... સાહેબજી.......
                                  
                                   વિપુલ; પંડ્યા "સહજ"
                                   બગસરા ડી.અમરેલી


4 ટિપ્પણીઓ:

  1. જવાબો
    1. મારા અંતરદ્વાર એ ખોલતો,
      મારા પીયુ ની માફક બોલતો....nice.....snehi parmar

      કાઢી નાખો
  2. મારા અંતરદ્વાર એ ખોલતો,
    મારા પીયુ ની માફક બોલતો........ વાહ કવિ મોરના અવાજનું અનુસંધાન પ્રિયતમના સ્વર સુધી જાય એ લાંબી યાત્રા બતાવે છે. અભિનંદન
    ..........................................................................................................દાસી જીવનના મોરલાએ જે મરતકલોક ને જીત્યું એવું આપને પણ ફળો
    ................................................................................................................................................સ્નેહી પરમાર

    જવાબ આપોકાઢી નાખો